મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી નજીકથી ૩૩૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, માલ મોકલનારની શોધખોળ શરૂ


SHARE









મોરબીની વાવડી ચોકડી નજીકથી ૩૩૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, માલ મોકલનારની શોધખોળ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સ્ટાફની સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીની વાવડી ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની નીકળેલ કારને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી જુદૂ-જુદી બ્રાંડની કુલ મળીને ૩૩૬ બોટલ દારૂ મળી આવતા દારૂ તથા કાર મળીને હાલમાં રૂપિયા/૬.૩૩ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવેલ છે અને 'માલ' મોકલનાર રાજસ્થાની બુટલેગરને પકડવા માટે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલા દ્વારા જિલ્લાભરમાં દારૂ-જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ તથા મિલ્કત વિરોધી ગુનાઓ અટકાવવા માટે સઘન વોચ તપાસમાં રહેવા અને નાઇટ પેટ્રોલિંગમાં રહેવા જણાવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો.તે દરમિયાનમાં સ્ટાફના ચકુભાઇ કરોત્રા તથા એ.પી.જાડેજાને બાતમી મળેલ હતી કે મોરબી-માળીયા હાઇવે તરફથી એક કાર મોરબી તરફ આવી રહી છે જેમા દારૂનો જથ્થો છે.જેથી તે નંબરની કારની વોચ રાખતા હકિકત વાળી કાર મોરબીની વાવડી ચોકડી ઓવરબ્રીજ પાસેથી મળી આવતા સ્વીફટ કાર નંબર જીજે ૧૬ બીકે ૪૯૦૧ ની તલાસી દરમ્યાન કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ બોટલ નંગ-૩૩૬ મળી આવતા રૂા.૧,૩૩,૨૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂા.૫ લાખની કિંમતની કાર એમ કુલ મળીને રૂા.૬,૩૩,૨૦૦ નો મુદામાલ સ્થળ ઉપરથી જપ્ત કરીને સ્થળ ઉપરથી મળી આવેલ રૂગારામ ચેતનરામ મેઘવાળ ધંધો ડ્રાયવીંગ રહે.વાંકલપુરા મહાબારા તા.જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ દારૂ સાથે પકડાયેલા રૂગારામ ચેતનરામ મેઘવાળ ધંધો ડ્રાયવીંગ રહે.વાંકલપુરા મહાબારા તા.જી.બાડમેર રાજસ્થાન અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઇ કાગા રહે.મિઠરી તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દીખલ કરીને સુરેશભાઇ કાગા નામના રાજસ્થાની બુટલેગરને પકડવા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.રેડની કામગીરી પીઆઇ એચ.એ.જાડેજા તેજમ સ્ટાફના આર.પી.રાણા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, અરવીંદભાઇ ઝાપડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા તથા કિશનભાઇ મોટાણી દ્વારા કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સાવન બાબુભાઈ ઉઘરેજા નામના ૩૨ વર્ષના યુવાનને જુના બસ સ્ટેશન પાસે બાઈક અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ગત તા.૨૦ ના રોજ બપોરના ૧૧ વાગ્યાના અરસામાં જુના બસ સ્ટેશન પાસે થયેલ કાર-બાઇક અકસ્માતમાં ઈજા પામેલ સાવન ઉઘરેજાને સારવારમાં ખસેડાતા હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ અકસ્માત બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી આરતીબેન કિશનભાઇ મેટાણિયા નામની ૪૫ વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતી અહિંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબી જિલ્લાના માળિયા મીંયાણા ખાતે માળિયા ગામ નજીક રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ આરતીબેન મેટાણીયાને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે માળિયા(મિં.) પોલીસને બનાવની જાણ કરી હતી.






Latest News