મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત


SHARE











માળીયા (મી) વર્ષામેડી નજીક પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જવાથી એક યુવાન અને બે સગીર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં હતા તે ઘટનાની હજુ તો સહી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના માળીયા (મી)ના વર્ષામેડી ગામ પાસે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે ત્રણેયના મોત નિપજ્યાં હતા અને તે બાળકોના મૃતદેહને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના વર્ષામેડી ગામે રહેતા ત્રણ બાળકો બુધવારે બપોરના સમયે ગામ તરફ જવાના રસ્તે ભરાઈ રહેલા પાણીમાં ડૂબી જવાથી ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા (૧૨), શૈલેષ અમરશીભાઇ (૮) અને મેહુલ ભુપતભાઇ મહાડિયા (૧૦) નામના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેયના મોત નિપજ્યાં હતા વધુમાં મળતી માહિતી મુજબ આ બાળકો ઘેર કોઈને કહ્યા વગર પાણીમાં ન્હાવા માટે ગયા હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની માળીયા મિયાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે








Latest News