અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટી નંબર પ્લેટ લગાડી કારમાં દારૂની હેરાફેરી !: ૧૮૩૭ બોટલ દારૂ સાથે એક રાજસ્થાની પકડાયો, એકનું નામ ખુલતા તપાસ શરૂ


SHARE

















મોરબીમાં ખોટી નંબર પ્લેટ લગાડી કારમાં દારૂની હેરાફેરી !: ૧૮૩૭ બોટલ દારૂ સાથે એક રાજસ્થાની પકડાયો, એકનું નામ ખુલતા તપાસ શરૂ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ગઈકાલે રાત્રિના રાઉન્ડમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી મળી હતી કે માળિયા બાજુથી મોરબીમાં કાર મારફતે દારૂ આવી રહ્યો છે.જેથી વોચ તપાસમાં હતા તે દરમિયાનમાં મોરબીના પ્રવેશદ્વાર સમાન ભક્તિનગર સર્કલ પાસેના ઓવરબ્રિજ નજીકથી શંકાસ્પદ નંબર વાળી કારને અટકાવીને તપાસ કરવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની જુદી જુદી ૧૮૩૭ બોટલ મળી આવતા દારૂ તથા કાર મળીને હાલમાં ૭.૧૨ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક બુટલેગરની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે એકનું નામ સામે આવેલ હોય હાલ બંને સામે ગુનો નોંધીને માલ મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તેમજ ડિવાયએસપી પી.એ.ઝાલા દ્વારા જિલ્લામાં દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિઓને કડક સાથે ડામી દેવા સૂચના કરવામાં આવેલી હોય તેમજ મિલકત વિરોધી ગુના ન બને તે માટે અને નાઈટ પેટ્રોલિંગ માટે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં સ્ટાફના ચકુભાઇ કરોત્રા તથા એ.પી.જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના માળીયા હાઇવે બાજુથી એક કાર મોરબી તરફ આવે છે જેમા દારૂનો જથ્થો છે.જેથી બાતમી મુજબની કારની વોચ રાખતા હકિકત વાળી કાર મોરબીના ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસેથી મળી આવી હતી જેની નંબર પ્લેટ રજી.નંબર જીજે ૨૪ કે ૯૬૭૮ હતી પરંતુ ઝીણવટ ભરી રીતે તપાસ કરતા તે કારના સાચા નંબર આરજે ૧૬ સીએ ૪૯૩૩ હોવાનું સામે આવ્યુ હતુ.જેથી દારૂની હેરફેર કરવા માટે આરોપીએ આઇ-૨૦ કારમાં ખોટી નંબર પ્લેટ લગાડીને તેનો ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી જુદી-જુદી બ્રાંડની વિદેશીદારૂની કુલ ૧૮૩૭ બોટલો જેની કિમત રૂા.૨,૧૧,૭૪૦ નો મુદામાલ મળી આવેલ હોય તેમજ આઇ.૨૦ કારની કિંમત રૂા.૫,૦૦,૦૦૦ ગણીને કુલ રૂા.૭,૧૧,૭૪૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.તેમજ માલ મોકલનાર મળી આવેલ ન હોય હાલમાં સ્થળ ઉપરથી મળી આવેલ શ્રીરામ બીરબલરામ બિશ્નનોઈ (ઉ.વ.૨૧) રહે.કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનની ધરપકડ કરીને તે તેમજ માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇ રહે.આંબલી તા.સાંચોર જી.જાલોર રાજસ્થાન બંને સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને હવે સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઇને પકડવા તજવીજ શરૂ કરેલ છે.આ રેડની કામગીરી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા તથા સ્ટાફના આર.પી.રાણા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કિશોરભાઇ મિયાત્રા, અરવીંદભાઇ ઝાપડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઈ લોખીલ, તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા તથા કિશનભાઇ મોટાણી દ્વારા કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઇ પ્રવીણભાઈ ગોહેલ જાતે ભીલ (ઉમર ૨૯) નામના યુવાનને રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં વજેપરના ઝાંપા પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાઈક સ્લીપ થઈ જતા યુવાન ઈજાગ્રત

મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા નિખિલ દિનેશભાઈ રામોલિયા નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલએ ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૨૦-૫ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નિખિલ રામોલિયા નામનો યુવાન લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે મેટ્રો સીરામીક નજીક તેનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં તેને ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રહેતા પરિવારની સુમન દિનેશભાઈ પરમાર નામની એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જતા તેણીને ગુંગણામણ થતા સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી.હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે આ બનાવની જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર મનીષભાઈ બારૈયા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી તેમ તાલુકા પોલીસસુત્રોએ જણાવેલ છે.






Latest News