મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપનારની ધરપકડ


SHARE









ટંકારા તાલુકાનાં કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપનારની ધરપકડ

ટંકારા તાલુકાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા પડાવવામાં આવ્યા હતા જે ગુનામાં મહિલા સહિત પહેલા ચાર આરોપીને પકડ્યા હતા ત્યાર બાદ કારખાનેદારને ફસાવવા માટેની ટીપ આપનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

ટંકારા તાલુકાનાં હરીપર ગામે રહેતા અજિતભાઈ ભાગીયા નામના કારખાનેદારના મોબાઇલ ફોનમાં અજાણી મહિલાનો ફોન આવેલ હતો ત્યાર બાદમાં તે કારખાનેદારને દેવુબેન ઉર્ફે પુજાબેન નામની મહિલા તેમજ તેના પતિ સહિતનાઓ દ્વારા હનીટ્રેપમાં ફસાવવામાં આવેલ અને બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને કારખાનેદાર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી કરીને કારખાનેદારે દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ અને તેના પતિ રમેશભાઈ કાળુભાઈ જાદવ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે પહેલા મહિલા અને તેના પતિ સહિત કુલ ચાર આરોપીને પકડ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ કાર સહિત કુલ મળીને 8.25 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી રણછોડભાઇ ભીખાભાઇ રબારી રહે. સજનપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ કારખાનેદારના મોબાઇલ નંબર મહિલાને આપેલ હતા જેથી કરીને હનીટ્રેપ માટે ટીપ આપનાર આરોપીને પકડીને પોલીસે તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા સહિતની ટીમે કરી હતી.




Latest News