મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત
ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી
SHARE
ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી
ટંકારા તાલુકાના સરાયા ગામે સીમમાં આવેલ દત્ત પોલીપેક કારખાનાની પાછળના ભાગમાં ખેતરમાં સ્લોગન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના નામની સોલાર પેનલો લગાવવામાં આવી હતી અને તે સોલારમાંથી ઇન્વર્ટરમાં જતા પાવર માટે ડીસી કોપર કેબલ વાયર 3,500 મીટર લગાવ્યો હતો જે કાપીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 1.80 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે
મૂળ ટંકારા તાલુકાના સરાયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા ખાતે આવેલ સ્લોગન વિલા બ્લોક નંબર 11 માં રહેતા બેચરભાઈ ભવનભાઈ ઢેઢી (46)એ અજાણ્યા શખ્સ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, સરાયા ગામની સીમમાં દત્ત પોલીપેકની પાછળના ભાગમાં આવેલ ખેતરમાં સ્લોગન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની સોલારની કુલ આઠ પ્લેટો લગાવવામાં આવી હતી અને સોલાર ટ્રેકરમાં સોલાર પેનલથી ઇન્વેટરમાં જતી ડીસી કોપર કેબલ વાયર 3,500 મીટર જેટલો લગાવ્યો હતો જે 1,80,000 ની કિંમતનો વાયર કાપીને ચોરી કરીને લઈ જવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે