મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધાડ-લૂંટના ગુનામાં આરોપી 25 વર્ષે એમપીથી પકડાયો: હળવદના ગુનામાં એક બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE









વાંકાનેરના ધાડ-લૂંટના ગુનામાં આરોપી 25 વર્ષે એમપીથી પકડાયો: હળવદના ગુનામાં એક બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

વાંકાનેર તાલુકામાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા 25 વર્ષથી ફરાર હતો જે આરોપીને એમપીથી પકડવામાં આવેલ છે. જયારે હળવદ તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તેને પકડીને જેલ હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ અને લુંટનો બનાવ બનેલ હતો જે ગુનામાં એક આરોપી છેલ્લા 25 વર્ષથી નાસતો ફરતો હતો જે આરોપી એમપીમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડે ત્યાં જઈ આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે. કોયાધરીયા જાંબુઆ એમ.પી વાળાને હસ્તગત કર્યો હતો અને આરોપીને મોરબી લઈને આવીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે. જયારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પાસા હેઠળ આરોપી અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે. ક્રાંતીનગર મોરબી વાળાને પકડીને જુનાગઢ જેલ હવાલે કરેલ છે.




Latest News