મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ૭૬ બોટલો સાથે ટ્રક ઝડપાયો: ૧૫.૫૬ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, એક ફરાર


SHARE

















માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ૭૬ બોટલો સાથે ટ્રક ઝડપાયો: ૧૫.૫૬ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ, એક ફરાર

માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાંથી દારૂની ૭૬ બોટલો મળી આવી હતી જેથી કરીને ૫૬,૭૮૮ નો દારૂ તેમજ ટ્રક સહિત કુલ મળીને ૧૫,૫૬,૭૮૮ ના મુદ્દામાલ સાથે એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે

માળીયા મિયાણાં તાલુકા પીઆઇ આર.સી. ગોહિલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, પ્રવિણસિંહ રાઠોડ તથા રાજેન્દ્રસિંહ સોલંકીને સંયુકતરાહે બાતમી મળી હતી કે, માળીયા (મિ) તાલુકાના અણીયારી ટોલનાકાથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ ટ્રકમાં લઈને જવાના છેવ જેથી કરીને પોલીસે ટ્રક નંબર આરજે ૩૦ જીએ ૯૩૬૯ ને ચેક કર્યો હતો તેમાંથી ૭૬ બોટલ દારૂ મળી આવેલ હતો જેથી ૫૬,૭૮૮ ની કિંમતનો દારૂ અને ૧૫ લાખનો ટ્રક આમ કુલ મળીને ૧૫,૫૬,૭૮૮ ના મુદ્દામાલ સાથે આરોપી ગોપાલસિંગ છોગસિંહ રાવત (૪૩) રહે. રાજવા, ધોરા તાલુકો બ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને રેડ પડી હતી ત્યારે આરોપી બહાદુરસિંહ મોહનસિંહ રાવત રહે. રાજવા, તાલુકો બ્યાવર રાજસ્થાન વાળો નાસી ગયો હતો જેથી બંને સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. 




Latest News