મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે


SHARE











મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલ્યો, ચાર દિવસમાં 140 એમસીએફટી નદીમાં છોડશે

મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તેમાંથી ફરી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને મચ્છુ-3 ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી તેને ખાલી કરવા માટે આજે સવારે આઠ વાગ્યે એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 940 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી અગાઉ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં આ ડેમાં આખો ભરેલ છે અને આગામી દિવસોમાં હજુ પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને પાણી છોડવામાં આવે ત્યારે આગળના વિસ્તારમાં કોઈને નુકશાન ન થાય તે માટે હાલમાં ડેમને ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આજે સવારે આઠ વાગ્યેથી એક દરવાજાને એક ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં 940 કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને આગામી ચાર દિવસમાં અંદાજે 140 એમસીએફટી જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં કુલ મળીને 21 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, મોરબી નજીક જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -2 ડેમના 38 પૈકીનાં પાંચ દરવાજા વર્ષ 2024 માં બદલાવવા આવ્યા હતા અને આ વર્ષે બાકી રહેલા 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને અગાઉ જે રીતે મચ્છુ-2 ડેમના દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવ્યું હતું તેવી જ રીતે આગામી દિવસોમાં પણ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે જેથી કરીને મચ્છુ-3 ડેમને અત્યારથી જ ખાલી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.




Latest News