વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ હળવદ શહેર ભાજપ પ્રમુખના જન્મદિને યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 રકતદાતાઓએ કર્યું રકતદાન મોરબીના આમરણ પાસે અકસ્માત બાદ રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત-એક સારવારમાં મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા મોરબી જિલ્લામાં સહકારથી સમૃધ્ધી અભિયાન અંતર્ગત ગુજરાત સ્થાપના દિને તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની કરાશે સફાઇ સ્પેશ્યલ ડ્રાઈવ: મોરબી જિલ્લામાં ગેરકાયદે રહેતા લોકોને શોધવા માટે 53 ટીમો દ્વારા ચેકિંગ ઝુંબેશ મોરબીના ઝુલતા પુલ કેસમાં જયસુખભાઇ પટેલ સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ્દ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો


SHARE















મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન  યોજના અંતર્ગત શહેરી ઘર વિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૧૭ એપ્રિલના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર ૧૫ દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેછે આ કેમ્પમાં કુલ ૪૩ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.






Latest News