મોરબીના મયુર પુલ ઉપરથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ભાળ મળી
મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજાણ્યા વૃદ્ધનું મોત,વાલીવારસોની શોધખોળ
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજાણ્યા વૃદ્ધનું મોત,વાલીવારસોની શોધખોળ
મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે અને મૃતકના વાલી વારસોની પોલીસે શોધખોળ શરૂ કરેલ છે.
મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિતેષ ચાવડાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી જણાવ્યું હતું કે, ગઈકાલ તા.૨૪-૬ ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં એક અજાણ્યા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. મૃતક અજાણ્યા વૃદ્ધ હોય વાલીવારસોની શોધખોળ માટે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે તપાસ શરૂ કરી છે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે મુતકની ઉમર આસરે ૫૬ વર્ષની છે તેમજ મૃતક શ્યામ વર્ણ ગોળ મોઢું હોય અને બલ્યુ કલરનો બરમુડો પહેલો છે. છાતીના ભાગે સિકંદર ત્રોફાવેલ છે તેમજ ડાબા હાથે સીકાદ છનુ ત્રોફાવેલ છે તેમજ જમણા હાથના ખભાથી નીચેના ભાગે શાંન્તા વિક્રમ ભીમા શાંતિ સાદુલ પણ ત્રોફાવેલ છે માટે જો કોઇને આ અજાણ્યા મૃતક વૃધ્ધ અંગે કોઇ જાણકારી હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨) ૩)૨૩૦૧૮૮ અથવા તપાસ અધિકારી હમીરભાઈના ફોન નંબર ૯૧૦૬૮ ૪૦૧૬૯ ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”