"ઓછી મહેનતે ખેડુત માલામાલ : મોરબીના શિવપુરના ખેડુતો કરી રહ્યા છે"કાજુ"ની ખેતી
મોરબીના મયુર પુલ ઉપરથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ભાળ મળી
SHARE
મોરબીના મયુર પુલ ઉપરથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ભાળ મળી
મોરબીના પાડાપુલ પાસેના મયુર પુલ ઉપરથી અજાણ્યો ૩૫ વર્ષીય યુવાન બેભાન હાલતમાં મળી આવતા કોઇએ ૧૦૮ દ્વારા તેને સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતુ બાદમાં પોલીસે શોધખોળ કરીને મૃતકના વાલીવારસોની શોધી કાઢ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા મયુર પુલ ઉપરથી ગઈ કાલ તા.૨૪-૬ ના સાંજના છએક વાગ્યાના અરસામાં અજાણ્યો ૩૫ વર્ષીય યુવાન બેભાન હાલતમાં મળી આવતા તેને ૧૦૮ વડે દવાખાને લઈ જવાયો હતો જ્યાં સિવિલ ખાતે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજતાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. જેથી હેડ કોન્સ્ટેબલ ફીરોજભાઈ સુમરાએ તપાસ કરતા ખૂલ્યુ હતુ કે મૃતકનું નામ નિલેશ છોટાલાલ તલસાણીયા જાતે સુથાર (ઉંમર વર્ષ ૩૬) રહે.સમર્પણ હોસ્પિટલની પાછળ ગાયત્રીનગર મોરબી-૨ નો રબેવાસી હોવાનું તેમજ તે છેલ્લા ૨૦ વર્ષથી માનસીક બીમાર હોય બીમારી સબબ તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
વાંકાનેરમાં યુવાનનું મોત
વાંકાનેરના સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સીટી સ્ટેશન રોડ ઉપર રહેતો મહંમદ સલિમ ઉર્ફે બાબુ મંજૂરઅલી શેખ જાતે ફકીર નામનો ૩૨ વર્ષનો યુવાન તેના ઘરમાં એકલો જ રહેતો હોય અને કોઈ કારણોસર તેનું મોત થયું હોય ત્યાં બાજુમાં રહેતા ચકુબેન સુરેશભાઈ બાંભણીયા (૪૦) રહે.સ્ટેશન રોડ વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી યુવાનના ડેડબોડીને પીએમ અર્થે ખસેડીને વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એચ.બોરાણાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”