મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીનું ધરમપુર નશાની હાલતમાં માથે લેનારની હત્યાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ


SHARE





























મોરબીનું ધરમપુર નશાની હાલતમાં માથે લેનારની હત્યાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

મોરબીના ધરમપુર ગામે નશાની હાલતમાં બે શખ્સો દ્વારા ગામ માથે લેવામાં આવ્યું હતું અને આટલું જ નથી તેઓ હાથમાં સળીયા અને ધોકા લઈને ગામની મહિલાઓને માર મારતા હતા જેથી કરીને આ બે શખ્સોને ગ્રામજનોએ માર માર્યો હતો. જેથી નશાખોર શખ્સોને  સારવાર માટે મોરબી સિવિલે લઈ જવામાં આવ્યા હતા ત્યારે પણ આ બંને શ્ખ્સોએ માથાકૂટ કરી હતી જેથી કરીને પોલીસે મથકે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ એક શખ્સને પાછો સારવાર માટે સિવિલે લઈ આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો હતો જેમા મૃતકની પત્નીએ ધરમપુર ગામના નવ લોકોની સામે હત્યાની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ આઠ આરોપીનીઓની ધરપકડ કરેલ હતી જેમા વધુ એકની ગઇકાલે મર્ડરના ગુનામાં ધરપકડ કરાયેલ છે.

મોરબીના ધરમપુર ગામે કોળીવાસ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બે શખ્સો નશાની હાલતમાં લાકડાના ધોકા તેમજ સળિયા અને પથ્થર વડે ગામની મહિલાઓને માર મારતા હતા જેથી કરીને ત્યાં રહેતા લોકોએ આ બંનેને માર માર્યો હતો.નવા ધરમપુર ગામે ભરત રામજીભાઇ પરમાર જાતે કોળી (ઉમર ૩૦) તેમજ જગદીશ દુદાભાઇ ઠાકોર (ઉમર ૨૭) ને ગામના લોકોએ માર માર્યો હતો જે પૈકી સારવારમાં ભરત રામજીભાઇ પરમારનું મોત  નીપજયું હતું અને તેની પત્નીએ ગામના નવ લોકોની સામે ફરિયાદ નોંધાવી હતી. ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામી (ઉમર ૪૫) ની દુકાન બંધ કરવાનું કહીને ભરત અને જગદીશે નશાની હાલતમાં ગામને માથે લીધું હતું અને આ શખ્સો ધરમપુર ગામની મહિલાઓને લાકડાના ધોકા અને સળિયા વડે માર મારતા હતા જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયો છે ત્યારે ગામના લોકોએ તેને સમજાવ્યા છતાં નશાખોર શખ્સો ગામની મહિલા અને લોકોની સાથે માથાકૂટ કરતાં હોવાથી તેને ગામના લોકોને સ્વબચાવમાં તેમને માર માર્યો હતો કેમ કે, નશો કરેલા શખ્સો મહિલો સહિતના લોકોને આડેધડ માર મારતા હતા. ગામના લોકોએ તે બંને શખ્સોને માર માર્યો પછી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં પણ મૃતક ભરત કોળી દ્વારા હોસ્પિટલ માથે લેવામાં આવી હતી જેથી તેને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો હતો ત્યાર બાદ તેને પુન: હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો અને ત્યારે સારવારમાં ભરત રામજીભાઈ પરમાર જાતે કોળીનું મોત નીપજ્યું હતું અને મારમારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટનામાં મૃતક ભરત રામજીભાઈ કોળીની પત્ની મંજુબેને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને અને ઝઘડામાં તેઓના પતિ ભરતભાઈ જે તે સમયે સામેલ હતા તે વાતનો રોષ રાખીને લાકડાના ધોકા અને પથ્થર વડે ભરતભાઇ અને જગદીશભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી ભરતભાઈનું મોત નીપજયું છે અને તેની ફરિયાદના આધારે પોલીસે જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ, બેચર ભરવાડ, બેચાર ભરવાડનો ભાઈ સલિયો ભરવાડ, મયલો કોળી, મયલા કોળીનો ભાઈ સંજય કોળી, બળિયો કોળી, બળિયા કોળીના સંબંધી વાડીએથી રહેવા આવેલા છે તે, શિવો કોળી અને શિવા કોળીનો દીકરો બાબો કોળી આમ કુલ નવ સામે હત્યા અને રાયોટિંગ સહિતનું કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.હત્યાના આ ગુનાની તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ ગોઢાણિયા અને તેની ટિમ દ્વારા કરવામાં આવી રહી હતી અને ત્રણેક દિવસ પહેલા ગુનામાં પોલીસે જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ લધુભાઈ વડેચા (ઉ.વ ૩૫), બેચરભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ .૩૩), શૈલેશભાઈ ઉર્ફે સલિયો હકાભાઈ રાવા (ઉ.વ. ૨૯), મહીપતભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ઉપસરીયા (ઉ.વ ૩૬), સંજયભાઈ ઉર્ફે સંજલો માધુભાઈ ઉપદરીયા (ઉ.વ .૩૦), બળદેવભાઈ ઉર્ફે બળીયો રવજીભાઈ ઉપસરીયા (ઉ.વ ૨૫), શિવાભાઈ કાનજીભાઈ દારોરા (ઉ.વ. ૩૫) અને રમેશભાઈ ઉર્ફે બાબો શિવાભાઈ દારોરા (ઉ.વ ૩૩) રહે.બધા જ ધરમપુર વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ ગુનામાં એક આરોપીને પકડવાનો બાકી હતો તે રાહુલ રમેશભાઇ ગણેસીયા કોળી (ઉમર ૨૧) રહે.નવા ધરમપુર મૂળ રહે.મોટી વાવડીની ઉપરોકત મર્ડરના ગુનામા ધરપકડ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
















Latest News