મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં વધુ બે ની ધરપકડ


SHARE





























મોરબી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં વધુ બે ની ધરપકડ


ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના કુલ મળીને ૨૯ શખ્સોને હસ્તગત કર્યા હતા અને તેના રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને ત્રણ કરોડથી વધુનો મુદામાલ પોલીસે અત્યાર સુધીમાં કબ્જે કરેલ છે.હાલમાં વધુ બે આરોપીઓને પકડી પાડવામા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.


રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મે માહિનામાં મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને આંતર રાજ્ય કૌભાંડ પકડ્યું હતું જેમાં સૌ પ્રથમ મોરબી એલસીબીના સંજયભાઇ મૈયડ તથા જયવંતસિંહ ગોહીલને મળેલી બાતમી આધારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી ત્યારે ત્યાં રાહુલ લુવાણા તેના સાગરીતો સાથે મળી નકલી રેમડીસીવીર ઇન્જેકશનના જથ્થા સાથે પકડવામાં આવ્યા હતા અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી રહે બન્ને મોરબી વાળાઓ પાસેથી ૪૧ નકલી રેમડીસીવીર ઇન્જેકશન ૧,૯૬,૮૦૦ તથા ઇન્જકશનના વેચાણના રોકડા રૂપીયા- ૨,૧૫,૮૦૦ સહીતનો મુદામાલ કબ્જે કર્યા હતા.

ત્યાર બાદ અમદાવાદના જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફ આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી નકલી રેમડીસીવીર ઇન્જેકશન નંગ -૧૧૭૦ જેની કિંમત પ૬,૧૬,૦૦૦ તથા ઇન્જેકશનના વેચાણના મળેલ રોકડા રૂપીયા ૧૭,૩૭,૭૦૦ સાથે તેની ધરપકડ કરવા આવી હતી તેની પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના અડાજણ પાસેના ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ રહે. મુંબઇ થાણવાળાઓને ત્યાં રેડ કરી હતી અને અન્ય પાંચ ઇસમો પણ ત્યાથી મળી આવ્યા હતા ત્યાથી પોલીસે નકલી રેમડીસીવીર ઇન્જેકશન નંગ -૧૬૦ જેની કિંમત ૭,૬૮,૦૦૦ તથા ઇન્જકશનના વેચાણના રોકડા ૭૪,૭૦,૦૦૦ તથા લેપટોપ નં -૧ જેની કિંમત ૧,૭૫,૦૦૦ તથા ડીજીટલ વજન કાંટા, કીમ્પીન મશીન, નકલી રેમડીસીવીર ઇન્જેકશનના સ્ટીકરો નંગ ૩૦,૦૦૦ તથા ખાલી બોટલો, બોટલ બુચ તથા ઇનોવા કાર મળી આવેલ છે જો કે, સીરાજખાન ઉર્ફે રાજુ પઠાણ નામના શખ્સ નકલી રેમડીસીવીર ઇન્જેકશન નંગ ૨,૦૦૦ જેની કિંમત ૯૬,૦૦,૦૦૦ નો જથ્થો ભરેલી કાર મૂકીને નાશી ગયેલ છે જેથી પોલીસે કુલ ૨.૭૩ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો.આ કેસની તપાસમાં પોલીસે ત્રણ આરોપીની એમપીમાંથી ધરપકડ કરેલ હતી જેમાં સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા (૩૩) રહે, રીવા અનંતપુર એમપી હાલ રહે, શ્રી યંત્રનગર, રાજા બાગ ભવર કૂવા એમપી, સપન સુરેન્દ્ર્કુમાર જૈન વાણિયા (૩૭) રહે, આશા નગર અધરતાલ  જબલપુર એમપી અને કુલદીપ ગોપાલ સાબલિયા જાતે કુમાવત  (૨૫) રહે, કેસરપુરી જોશી મહોલ્લા, ઈન્દોર, એમપી વાળાનો સમાવેશ થતો હતો અને આ શખસોએ ૧૨૦૦ જેટલા ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન એમપીમાં વેચ્યા હોવાની માહિતી સામે આવી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણી મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા પાસેથી ડુપ્લિકેટ રેમડીસીવીર લેતો હતો અને ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલું કમિશન રાખીને તે લોકોને ડુપ્લિકેટ રેમડીસીવીર વેચાતો હતો તેવી જ રીતે રમીઝભાઇ સૈયદહુશેન કાદરી અમદાવાદનાં મહમદ આસીમ ઉર્ફે મહમદઆશીફ મહમદ અબ્બાસભાઇ શેખ પાસેથી ડુપ્લિકેટ રેમડીસીવીર લેતો હતો અને ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલું કમિશન રાખીને તે લોકોને ડુપ્લિકેટ રેમડીસીવીર વેચાતો હતો અને આરોપી રમીઝભાઇ સૈયદહુશેન કાદરીની એક ડાયરી પોલીસે કબજે કરેલ હતી બાદમાં ડેનિસ વસંતભાઇ ભંડારી (૨૭) અને અમદાવાદથી જયેશ પ્રમોદજી ગોહવત જાતે પ્રજાપતિ (૩૨)ની ધરપકડ કરી હતી જેમાં ડેનિસ વસંતભાઇ ભંડારીએ નકલી રેમડીસીવીર ઇન્જેકશન ઉપર લગાવવામાં આવેલા સ્ટિકર પ્રિન્ટ કરીને આપ્યા હતા જો કે, જયેશ પ્રમોદજી ગોહવત નામના શખ્સે નકલી રેમડીસીવીર બજારમાં દર્દીના પરિવાજનોને વેચયા હતા.

આ ગુનામાં અમદાવાદનાં રેગિ રોડ ઉપર અંબર ટાવરમાં રહેતી મહિલા નર્સ રૂહીબેન અનવરઅલી પઠાણ (૪૧) વાળીની ધરપકડ કરી હતી જે રેમડેસીવીર ઇન્જેકશન કૌભાંડમાં અગાઉ પકડાયેલા આરોપીમાથી મહોમદસુભાન મહોમદસયદ પટણી રહે સરખેજ રોડ, અમદાવાદ વાળા પાસેથી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન ૫૫૦૦ માં લેતી હતી અને દર્દીઓને ૬૫૦૦ માં આપતી હતી એટલે કે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનમાં એક ઇન્જેકશન ઉપર એક હજારનું કમિશન લેવા માટે આ નર્સ દ્વારા ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવામાં આવતા હતા.આ ગુનામાં છેલ્લે પોલીસે અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (૨૬) રહે, આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે અગાઉ પકડાયેલા કુલદીપ ગોપાલ સાબલિયા જાતે કુમાવત (૨૫) રહે.કેસરપુરી જોશી મહોલ્લા, ઈન્દોર, એમપી વાળા પાસેથી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન લઈને ૧૦૦ થી વધુ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. તો જય પ્રહલાદભાઈ શાહ (૨૬) રહે.ભાવસાર શેરી અમદાવાદ વાળાએ પણ ૧૦૦ થી વધુ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચ્યા હોવાનું જાણવા મળ્યું છે આમ અત્યાર સુધીમાં કુલ મળીને પોલીસે આ રેકેટમાં ૨૮ આરોપીઓની ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપરોક્ત રીસીવરકાંડમાં મોરબી એસઓજીના પીઆઇ આલ તેમજ સ્ટાફે ગઇકાલે વધુ બે ઇસમોની ધરપકડ કરેલ છે જેમા રેહાનુદીન નઝમુદીન શેખ મુસ્લિમ (૧૯) રહે.એ-૧૪ સાયન સોસાયટી મોડેલ સ્કુલની પાસે વિશાલા સર્કલ અમદાવાદની તેમજ દેવેસ દિલીપ ચૌરસિયા જાતે બ્રાહ્મણ (૪૧) રહે.ન્યુ રામનગર શાંતા માતા મંદિરની સામે આધારતાલ જબલપુર મધ્યપ્રદેશ વાળાઓની ધરપકડ કરેલ છે. તેમજ વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેહાનુંદિન શેખે અગાઉ પકડાયેલા રઇસ કાદરી પાસેથી ૩૩૦ નકલી ઇન્જેકસનો લીધા હતા અને નંગે રૂપિયા ૨૦૦ નો ફેર રાખીને તે પાર્ટીને નકલી ઇન્જેક્શન વેચતો હતો..!

જ્યારે પકડાયેલ બીજો આરોપી દેવેસ ચોરસીયા અગાઉ પકડાયેલા તપન જૈન નામના આરોપીની પાસેથી પાંચસો નંગ નકલી ઇન્જેકશનો લીધા હતા અને તે ૧૦ ટકા કમીશને લોકોને વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો..!  હાલમાં અગાઉ પકડેલા ૨૮ ઉપરાંત ગઈકાલે પકડવામાં આવેલા રેહાનુદિન શેખ અને દેવેસ ચોરસીયા એમ કુલ ૩૦ ઇસમોની હાલ સુધીમાં આ નકલી રેમડીસીવર કાંડમાં ધરપકડો કરવામાં આવી હોવાનું મોરબી એસઓજી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
















Latest News