મોરબી સહિત દેશમાં આંગળીના ટેરવે શક્ય બની એપ્લીકેશન્સથી હવામાન વિભાગની માહિતી
મોરબી જીલ્લામાંથી મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સ પાસા હેઠળ જેલહવાલે
SHARE
મોરબી જીલ્લામાંથી મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સ પાસા હેઠળ જેલહવાલે
મોરબી જીલ્લામાં મારા મારી અને દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સોની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે જુદાજુદા ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરીને રાજ્યની જુદીજુદી જેલ હવાલે કરેલ છે.
મોરબી જીલ્લામાં ભૂતકાળમાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સોની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મારામારી તથા દારૂના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોના પાસા હેઠળ જુદીજુદી જેલ હવાલે કરેલ છે જેમાં સાજીદ અલ્લારખાભાઈ લંજા (૩૪) રહે. જંકશન પ્લોટ શેરી નં.૧ રાજકોટને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, મોસીન રફીકભાઈ કડીયા (૩૧) રહે. વાવડી રોડ શુભમ શેરી મોરબીને મધ્યસ્થ જેલ વડોદરા, ભાવેશ હરીશભાઈ ઉર્ફે હરેશભાઈ ચાવડા (૩૧) રહે. સાપકડા તાલુકો હળવદને મધ્યસ્થ જેલ વડોદરા તેમજ મુસ્તાક જુસબભાઈ કટીયા (૨૩) રહે. મચ્છીપીઠ દરગાહ રોડ મોરબી વાળાને લ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે