મોરબી જીલ્લામાંથી મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સ પાસા હેઠળ જેલહવાલે
મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ
SHARE
મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ
તાજેત્તરમાં મુંબઈમાં તોતિંગ હોર્ડીંગ બોર્ડ તૂટીને પડ્યું હતું જેથી કરીને ૧૬ લોકોના મોત થયા છે અને ૭૫ જેટલા લોકોને ઇજાઓ થયેલ છે તો પણ જોખમી બોર્ડને હટાવવામાં આવતા નથી તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી એક બોર્ડ ઉડીને સ્કૂટર વાળા ઉપર પડ્યું હતું જેમાં તે માંડમાંડ બચેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરીને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ બોર્ડ હટાવવા માટેની માંગ કરેલ છે
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રસ્તાઓ ઉપર બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર હોર્ડીંગ બોર્ડ ઊભા કરવામાં આવેલ છે જે ગમે ત્યારે કોઇની માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને તાજેતરમાં મહેન્દ્રનગર ચોકડી કમોસમી વરસાદ સમયે જે હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી તેમાંથી બોધ લઈને કોઈ જીવલેણ ઘટના બને તે પહેલા મોરબી શહેરમાંથી તમામ જોખમી અને મંજૂરી વગરના બોર્ડને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપર ગામ, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ, અને ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધીના વિસ્તારોમાં હોર્ડિંગ્સ આડેધડ લગાવેલા છે. જે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તે પહેલા તેને દૂર કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે