મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બળજબરીથી પડાવી લીધેલ કાર ખોટા પુરાવા આધારે ટ્રાન્સફર કરવા અરજી કરનારા વ્યાજખોર સહિત બે સામે ફરિયાદ


SHARE















મોરબીમાં બળજબરીથી પડાવી લીધેલ કાર ખોટા પુરાવા આધારે ટ્રાન્સફર કરવા અરજી કરનારા વ્યાજખોર સહિત બે સામે ફરિયાદ

મોરબીમાં રહેતા યુવાનના દીકરાને વ્યાજના ચક્રમાં ફસાવીને તેની એમજી હેક્ટર ગાડી પડાવી લેવામાં આવી હતી અને તે ગાડીમાં કારના અસલ આરસીબુક, વીમા પોલિસી, આધાર કાર્ડ વગેરે જરૂરી ડોક્યુમેન્ટની ફાઈલ હતી. જે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ખોટી સહી આરટીઓના ફોર્મમાં કરવામાં આવી હતી અને કારને ખોટા દસ્તાવેજો ને સાચા તરીકે આરટીઓમાં ઉપયોગ કરવામાં આવેલ હતો અને તેના આધારે ઓનલાઈન અરજી કરીને ગાડીમાં નામ ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી જેનો રિપોર્ટ આરટીઓમાંથી મેળવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો અને હાલમાં બે શખ્સોની સામે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ અંજની પાર્કમાં રહેતા મૂળ માણેકવાડા ગામના રહેવાસી જગદીશભાઈ નરભેરામભાઇ દેત્રોજા (45)એ હાલમાં ભરત ઉર્ફે બીકે કાનજીભાઈ ચાવડા રહે. રવાપર રોડ સદગુરુ સોસાયટી મોરબી તથા પંકજ રામકિશન કુમાર રહે. સુમતિનાથ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરા રવિરાજે ભરત ઉર્ફે બીકે પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ફરિયાદીના દીકરા પાસેથી તેઓની માલિકીની એમજી હેક્ટર ગાડી નંબર જીજે 36 આર 2222 ગત તા. 28/2/24 ના રોજ ફરિયાદીના દીકરા રવિરાજ અને પૃથ્વીરાજ પાસેથી બળજબરીથી પડાવી લેવામાં આવી હતી અને ત્યારે તે કારની અંદર અસલ આરસીબુક, વીમા પોલિસી તથા ફરિયાદીના આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટની ફાઈલ હતી. અને આ બનાવ સંદર્ભે રવિરાજ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત 13/5/24 ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા ભરત ઉર્ફે બીકે સામે ગુનાના કામે કારને કબજે કરી લેવામાં આવી હતી

જો કે, પોલીસે કબજે કરેલ કાર ફરિયાદીએ ભારત ઉર્ફે બીકે કે પછી પંકજ રામકિશન કુમારને કોઈ પણ પ્રકારની રોકડ રકમની લેવડ દેવડ કરીને વેચાણથી આપેલ ન હતી અને કાર ટ્રાન્સફર કરવા માટે કોઈપણ પ્રકારના આરટીઓને લગતા ડોક્યુમેન્ટ એટ્લે કે ટીટીઓ ફોર્મ વિગેરેમાં સહી કરી આપેલ ન હતી તેમ છતાં પણ ફરિયાદીના દીકરા પાસેથી બળજબરીથી પડાવી લીધેલ કારની અસલ આરસીબુક, વીમા પોલિસી તથા ફરિયાદીના આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ તેની પરવાનગી કે મંજૂરી વગર દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને ફરિયાદીની નિયત નમૂના મુજબની આરટીઓ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કરીને ડોક્યુમેન્ટ બનાવટી હોવાનું જાણતા હોવા છતાં પણ ખોટું આરટીઓ ટીટીઓ ફોર્મ સાચા આરટીઓ ટીટીઓ ફોર્મ તરીકે દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

આમ ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના હેતુથી ભરત ઉર્ફે બીકે એ કારને પંકજ રામકિશન કુમારના નામે ટ્રાન્સફર કરવા માટે મોરબી આરટીઓ ખાતે ગત તા. 10/4/24 ના રોજ ઓનલાઈન અરજી કરી હતી અને બનાવટી દસ્તાવેજ તેમાં સબમીટ કર્યા હતા જેથી આરટીઓની ઓનલાઈન અરજી કર્યા અંગેની વિગતો મેળવીને તેને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં ભોગ બનેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સો સામે આઇપીસીની કલમ 465, 468, 470, 471, 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે






Latest News