મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબીના પીપળીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના પીપળીયા ગામ નજીક રેલવે સ્ટેશન સામેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને મોઢા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોડપર ગામે ભરતભાઈ જેરામભાઈ કગથરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ નથુભાઈ ડામોર (46)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 બીઝેડ 8254 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના પીપળીયા ગામ પાસે આવેલ રેલવે સ્ટેશનની સામેના ભાગમાંથી તેનો ભાઈ સમરિયાભાઈ નથુભાઈ ડામોર (44) રહે. હાલ મોડપર મૂળ રહે એમપી વાળો બાઈક નંબર એમપી 11 બીસી 3491 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળતી પ્રમાણે સમરિયાભાઈ ડામોરને ત્રણ દીકરી અને બે દીકરા આમ કુલ પાંચ સંતાનો છે અને અકસ્માતના બનાવના લીધે પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને ઘરની કરિયાણાની વસ્તુ લેવા માટે યુવાન જતો હતો ત્યારે અકસ્માત થતાં તે યુવાનનું મોત નીપજયું છે.




Latest News