મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હળવદમાં રહેતા વૃદ્ધને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી શોર્ટ ટાઈમમાં વધુ નફો કમાવવાની લાલચ આપી 24.91 લાખની ઠગાઈ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી


SHARE







































હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી

હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઈલ ફોન ઉપર તેના દાડમના બગીચાના કન્સલ્ટન્ટ તરીકેની ઓળખ આપીને હોસ્પિટલના કામ માટે પૈસા મોકલવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને અજાણ્યા મોબાઈલ ઉપરથી ફરિયાદીના મોબાઇલ ઉપર 78,000 જમા થયાનો બેંક જે પ્રમાણે મેસેજ મોકલે તેવો બેનાવટી ટેક્સ મેસેજ મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ જુદા જુદા બે બેન્ક એકાઉન્ટમાં 40,000 અને 38000 આમ કુલ 78,000 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને આધેડની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા દલસુખભાઈ બાબુભાઈ પારેજીયા (58)એ હાલમાં જુદા જુદા ત્રણ મોબાઈલ નંબરના ધારકો તથા તપાસમાં ખુલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ કાવતરું કરીને ફરિયાદીને ફોન કરીને તેમના દાડમના બગીચાના કન્સલ્ટન્ટ મહેન્દ્રભાઈ બોરસે તરીકેની ઓળખ આપી હતી અને આરોપીએ હોસ્પિટલના કામ માટે પૈસા મોકલાવવાનો વિશ્વાસ અપાવી અજાણ્યા મોબાઈલ  નંબર 8541931942 ના ધારકે ફરિયાદીના મોબાઈલ પરથી 78,500 જમા થયાનો બેંક જે પ્રમાણેનો મેસેજ કરે તેવો જ બનાવટી બેન્ક ટેક્સ મેસેજ મોકલાવી આરોપીએ ફરિયાદીને મોબાઈલ નંબર 95169 82396 વાળા સાહેદ વાસુદેવભાઈ પારેજીયાના વ્હોટ્સ એપ નંબર 94290 50442 ઉપર સ્કેનર મોકલી ફરિયાદીના એચડીએફસી બેન્ક ખાતા સાથે લિંક ફોન પે મારફતે બે અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં 40,000 તથા 38,000 આમ કુલ મળીને 78,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી મેળવીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News