શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વતનમાંથી ૨૪ કલાક પહેલા જ આવેલ પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યા બાદ પતિએ કરી હત્યા: આરોપી હાથવેંતમાં


SHARE





મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ આરોપી પતિ નાશી છૂટેલ છે જેથી કરીને આ બનાવ અંગેની જાણ થતા મોરબી તાલુકા પોલીસી ટીમ ઘટના પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખ સેડવામાં આવ્યો હતો અને હત્યા કરીને નાસી છૂટેલા આરોપીને પકડવા માટે તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ મુરાનો સિરામિક નામના કારખાનાના લેબર કવર્ટરમાં ઘાપુબાઇ નામની મહિલાની હત્યા કરવામાં આવેલ છે અને આ મહિલાનો પતિ કન્હૈયા લાલા માલવીય ફરાર થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા પતિને પકડવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ૨૪ કલાક પહેલાસજ મહિલા તેના વતનમાંથી મોરબી તેના પકિ પાસે આવી હતી અને ત્યાર બાદ લેબર ક્વાર્ટરમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ પત્નીને માર મારતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હત્યાનો બનાવ બનેલ છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એન.એ. વસાવા તથા તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા પતિને પકડવા માટે જુદી જુદી દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.




Latest News