વાંકાનેરના ગાત્રાળનગર પાસે રીક્ષા ચાલકે બાઇકમાં વાહન અથડાવતા ઇજા પામેલા યુવાનનું મોત: ટંકારા નજીક બોલેરો ગાડી બલેનોમાં અથડાતા વાહનમાં નુકસાન
SHARE
વાંકાનેર તાલુકાના ગાત્રાળ નગર પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રિક્ષાના ચાલકે સામેથી આવીને તેની રીક્ષા બાઈકમાં અથડાવી હતી જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા યુવાને માથા તથા કપાળમાં અને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા હિતેશભાઈ નાથાભાઈ રાઠોડ (25)એ હાલમાં સીએનજી લોડીંગ રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1494 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના સિંધાવદર પાસે આવેલ ગાત્રાળ નગર નજીકથી તેનો ભાઈ ગૌતમ નાથાભાઈ રાઠોડ (20) પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 0978 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવીને સામેથી આવીને બાઈકમાં રીક્ષા અથડાવી હતી જેથીસઅકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના પાછળના ભાગે, કપાળમાં અને મોઢા ઉપર ઇજા થઇ હતી તેમજ જમણા હાથના કાંડામાં અને જમણા પગની ઘુંટીમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બોલેરો ગાડી બલેનોમાં અથડાતા વાહનમાં નુકસાન
મોરબીના આનંદનગર મધુવન સોસાયટી પાસે રહેતા વિક્રમભાઈ ભુપતભાઈ બાટી (32)એ બોલેરો ગાડી નંબર જીજે 3 બીવાય 9797 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ફરિયાદી પોતાની બલેનો ગાડી નંબર જીજે 36 આર 9779 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની બલેનો ગાડીના ઠાઠાના ભાગમાં બોલેરો ગાડીના ચાલાકે પોતાનું વાહન અથડાવ્યુ હતું જેથી કરીને બમ્પર અનેસ ડેકીના દરવાજામાં નુકસાન થયેલ છે જો કે, આરોપી પોતાનું વાહન લઇને નાસી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે