મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા માટે નાબાર્ડનો ક્રેડિટ પ્લાન જાહેર કરાયો


SHARE





મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા માટે નાબાર્ડનો ક્રેડિટ પ્લાન જાહેર કરાયો

મોરબી જિલ્લામાં ગ્રામીણ ધિરાણ આયોજન માટેનો રોડમેપ અને વર્ષ ૨૦૨૫-૨૬ માટે સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન (PLP) નું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. નાબાર્ડના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના જિલ્લા વિકાસ વ્યવસ્થાપક સંજય વૈદ્ય દ્વારા તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રાથમિક ક્ષેત્રમાં રૂ.૧૬૮૫૪.૨૧ કરોડની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ રજૂ કરાયો છે.મોરબી જિલ્લામાં કૃષિ ધિરાણ માટે રૂ.૨૭૮૬.૪૫ કરોડ, કૃષિ માળખાગત સુવિધાઓ માટે રૂ.૧૨૦.૨૪ કરોડ અને કૃષિ સહાયક પ્રવૃત્તિઓ માટે રૂ.૬૬૯.૧૯ કરોડનો સમાવેશ થાય છે. તેમજ PLP MSME માટે રૂ. ૧૨૮૦૦.૦૨ કરોડ, આવાસ માટે રૂ.૩૮૧.૬૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જિલ્લાના સર્વગ્રાહી વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે ગ્રામીણ સમૃદ્ધિ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૯-૯૦ માં નાબાર્ડ દ્વારા સૌપ્રથમ વખત આ પ્રકારનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. PLP એ કૃષિ, MSME અને ગ્રામીણ માળખા જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં ક્રેડિટ લિંક્ડ રોકાણ માટેનું મુખ્ય સાધન છે. બદલાતા સમયની સાથે આબોહવા સંલગ્ન કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને ટકાઉ વિકાસના લક્ષ્યોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ તકે નાબાર્ડના ડી.ડી.એમ. સંજય વૈદ્ય, એલ.ડી.એમ. કે.બિસ્વાલ, વિવિધ બેંકર્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.




Latest News