વાંકાનેરના અગાભી પીપળીયા પાસે સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત
ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું
SHARE
ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું
ટંકારાના નસીતપર ગામે વાડી વિસ્તારમાં રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખી દેતા ખોયું સળગતા દોઢ માસનું શિશુ દાઝી ગયું હતું. દાઝેલ બાળક રાજકોટ સિવિલમાં દાખલ કરાયું હતું.
ટંકારાના નસીતપર ગામે ભરતભાઈની વાડીમાં રહીને ખેત મજૂરી કરતા મૂળ એમપીના રહેવાસી જયેશભાઈ દોડવાનો દોઢ વર્ષનો દીકરો વિકાસ વાડીએ ઘોડિયામાં સૂતો હતો. દરમિયાન સાંજે 4 વાગ્યાં આસપાસ વિકાસના જ અન્ય ભાઈ બહેનો અને માસીયાયી ભાઈ બહેન બાળકો ત્યાં રમતા હતા. રમત રમતમાં એક બાળકના હાથમાં બાકસ આવી ગઈ હતી. તે દીવાસળી સળગાવીને ફેકતો હતો. દરમિયાન એક દીવાસળી ઘોડિયામાં પડતા ખોયું સળગી ઊઠ્યું હતું. અને દોઢ વર્ષીય વિકાસ દાઝી ગયો હતો. જયેશભાઈ ખેત મજૂરી કરે છે. તેમને બે દીકરામાં છે. જેમાં વિકાસ નાનો છે. હાલ દાઝેલા બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયો છે.