મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી: વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મહિલા રોકડ પુરસ્કાર માટે ૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે


SHARE





મોરબી: વર્ષ ૨૦૨૪-૨૫ માટેના મહિલા રોકડ પુરસ્કાર માટે ૧૭ એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કારયોજના અમલમાં છે.

આ યોજના હેઠળ પુરસ્કાર મેળવવા માટેનું ફોર્મ ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https.//sportsauthority.gujarat.gov.in પર આગામી તા.૧૭/૦૪/૨૦૨૫ સુધી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News