ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકો ઉપર ઇવીએમ-વીવીપેટ સહિતની સામગ્રી પહોચી: ૪૪૦૦ કર્મચારીઓ તૈનાત


SHARE







મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકો ઉપર ઇવીએમ-વીવીપેટ સહિતની સામગ્રી પહોચી: ૪૪૦૦ કર્મચારીઓ તૈનાત

મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના ૮૮૯ જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર સહિત અંદાજીત ૪૪૦૦ જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ જિલ્લાના ત્રણ ડીસ્પેચિંગ સેન્ટર પરથી મતદાન મથક(બુથ) પર સંપૂર્ણ તૈયારીઓ  સાથે રવાના થયા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણીના આગલા દિવસે મોરબી ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ, જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સુચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સુચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી. ૬૫- મોરબી વિધાન સભા મત વિસ્તારના ૨૯, ૬૬- ટંકારા વિધાનસભા મત વિસ્તારના ૩૭ અને ૬૭- વિધાન સભા મત વિસ્તારના ૩૭ આમ, કુલ ૧૦૩ કુલ ઝોનલ રુટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓ અને CRPF ની ૬૫ HALF SECTION હથિયારી બુથ પર સુરક્ષામાં તેમજ ૮૩ બુથોના માઇક્રો ઑબ્ઝર્વર સ્થળ પર હાજર રહેશે.

પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન મથક પર કરવાની થતી કામગીરી અંગે ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર તેમજ ૧-કચ્છ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સુશીલકુમાર પરમાર, ૬૬-ટંકારા વિધાનસભા મત વિસ્તાર તેમજ ૧૦ રાજકોટ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારી એસ.પી. દૂદખીયા, ૬૭- વાંકાનેર વિધાન સભા મત વિસ્તાર તેમજ ૧૦ રાજકોટ સંસદીય મત વિસ્તાર મદદનીશ ચૂંટણી અધિકારી સિધ્ધાર્થ ગઢવી દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા રવાના થયા હતા.






Latest News