મોરબી વોર્ડ નં. ૩ ગરબીઓમા ભુપતભાઈ જારીયા-જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા દીકરીઓને અપાઈ લ્હાણી મોરબી પંથકમાં મહિલાઓને રોજગારી અને અજંતા ક્લોકનો દુનિયામાં ડંકો વગાડનારા પ્રવીણભાઈ ભાલોડીયા પંચમહા ભૂતમાં વિલીન મોરબીના ગાળા ગામેથી યુવતી ગુમ મોરબી અજંતા ક્લોક ગ્રુપના મોભી પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડીયાનું હાર્ટ એટેકથી અમદાવાદ ખાતે નિધન: માદરે વતન ચાચાપરમાં સાંજે કરાશે અંતિમવિધિ મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન
Breaking news
Morbi Today

કંગના રનૌતને ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા CISF સુરક્ષાકર્મીએ થપ્પડ મારી


SHARE







કંગના રનૌતને ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા CISF સુરક્ષાકર્મીએ થપ્પડ મારી

ફડાકાકાંડ: ખેડૂતોના વિરોધ દરમિયાન કંગનાના નિવેદનથી CISFના મહિલા જવાનને રોષ હતો

કુલવિંદર કૌરના માતા ખેડૂત આંદોલન વખતે વિરોધમાં બેઠા હતા જેના પર કંગનાએ ટ્વિટ કરી ટિપ્પણી કરી હતી, આટલા વર્ષે પણ યાદ કરીને કૌરે કંગનાને મેથીપાક ચખાડ્યો : સસ્પેન્ડ કરાઈ, પોલીસ ફરિયાદ દાખલ

ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા CISF સુરક્ષાકર્મીએ થપ્પડ મારી હતી. ગુરુવારે એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન આ ઘટના બની હતી. આરોપી મહિલા સુરક્ષા કર્મચારી કુલવિંદર કૌર ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના વક્તવ્યથી નારાજ હતી. CISF એ તેને સસ્પેન્ડ કરી દીધી છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

મંડી સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા બાદ કંગના દિલ્હીમાં ભાજપની બેઠકમાં ભાગ લેવા જઈ રહી હતી. તેઓ ચંદીગઢ એરપોર્ટથી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ નંબર UK-707થી રવાના થવાના હતા. એરપોર્ટ પર સુરક્ષા તપાસ કરવામાં આવી રહી હતી. તેમની સાથે તેમના સ્ટાફના સભ્યો પણ હાજર હતા. આ દરમિયાન ત્યાં હાજર CISF મહિલા સુરક્ષા કર્મચારી કુલવિંદર કૌરે તેમને પૂછ્યું કે મેડમ, તમે ભાજપમાંથી જીત્યા છો.

તમારી પાર્ટી ખેડૂતો માટે કેમ કંઈ કરી રહી નથી? કુલવિંદરે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના નિવેદનો પર પણ સવાલો પૂછ્યા હતા. આ અંગે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન મહિલા સુરક્ષાકર્મીએ કંગનાને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને કંગનાને સમજાવ્યું. 

કંગનાએ સુરક્ષાકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પછી તે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ હતી. તમને જણાવી દઈએ કે કંગના રનૌતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહને 74,755 વોટથી હરાવ્યા છે.

મહિલા સુરક્ષા કર્મચારીએ મને થપ્પડ મારી, મારી સાથે દુર્વ્યવહાર કર્યો: કંગના
આ ઘટના બાદ કંગના રનૌતે એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું, ‘મને મીડિયા અને મારા શુભચિંતકો બંને તરફથી ઘણા ફોન આવી રહ્યા છે. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે હું સુરક્ષિત છું. આજે ચંદીગઢ એરપોર્ટ પર મારી સાથે ઘટના બની. એરપોર્ટ પર એક મહિલા સૈનિકે મારી સાથે દુવ્ર્યવહાર શરૂ કર્યો. તેણે કહ્યું કે તે ખેડૂતોના આંદોલનની સમર્થક છે. તેણે બાજુમાંથી આવીને મને થપ્પડ મારી. હું સુરક્ષિત છું, પરંતુ મારી ચિંતા પંજાબમાં વધી રહેલા ઉગ્રવાદ અને આતંકવાદને લઈને છે. આને કોઈક રીતે હેન્ડલ કરવું પડશે.

કંગનાને થપ્પડ માર્યા બાદ કુલવિંદરનો વીડિયો સામે આવ્યો છે . આમાં તે કંગનાને સંબોધીને કહેતી જોવા મળી રહી છે કે, ‘તેણે કહ્યું હતું કે લોકો 100-100 રૂપિયા માટે ખેડૂતોના આંદોલનમાં બેઠા છે, તે ત્યાં બેસી જશે, મારી માતા ત્યાં બેઠી હતી, જ્યારે તેણે આ નિવેદન આપ્યું હતું. ’




Latest News