મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

હળવદના રાયધ્રા નજીકથી કતલખાને લઈ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા: બે ની ધરપકડ, એક ફરાર


SHARE









હળવદના રાયધ્રા નજીકથી કતલખાને લઈ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા: બે ની ધરપકડ, એક ફરાર

હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીકથી પસાર થઈ રહેલ બોલેરો પીકપ ગાડીને રોકીને ગૌરક્ષકો અને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી કતલખાને લઈ જવામાં આવી રહેલ આઠ અબોલ જીવ મળી આવ્યા હતા જેથી અબોલ જીવ તથા વાહન મળીને 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે જો કે, નાસી ગયેલા એક શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગૌપ્રેમીઓને મળેલ હકીકત આધારે પોલીસને સાથે રાખીને હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીક વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 36 એક્સ 1617 પસાર થઈ હતી ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી સાત પાડા અને એક પાડી આમ કુલ મળીને આઠ અબોલ જીવ કતલખાને લઈ જતાં હોવાનું સામે આવ્યું હતું જેથી 24 હજાર રૂપિયાની કિંમતના અબોલ જીવ તેમજ 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ 3,24,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અબોલ જીવને કતલખાને વેચાણ કરવા માટે બોલેરો ગાડીમાં ભરીને લઈ જતા ત્રણ પૈકીનાં બે શખ્સને પકડવામાં આવ્યા હતા.

હાલમાં હળવદમાં આવેલ શિવ બંગલો સોસાયટી ખાતે રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ ઠક્કર જાતે લોહાણા (47)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ભરતભાઈ બચુભાઈ સલાટ (33) રહે. રાતાવિડા વાંકાનેર, ભરતભાઈ સેલાભાઈ સલાટ (26) રહે. કવાડિયા તાલુકો હળવદ અને રમેશભાઈ ભલજીભાઈ સલાટ રહે. માથક વાળાની સામે ગુનો નોંધવામાં આવે છે જેમાંથી ભરતભાઈ બચુભાઈ સલાટ અને ભરતભાઈ સેલાભાઈ સલાટની ધરપકડ કરવામાં આવી છે જોકે, રમેશભાઈ સલાટ નાસી છૂટેલ હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.




Latest News