હળવદના રાયધ્રા નજીકથી કતલખાને લઈ જવાતા આઠ અબોલ જીવને બચાવ્યા: બે ની ધરપકડ, એક ફરાર
મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: આઠ શખ્સ ઝડપાયા
SHARE









મોરબી શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: આઠ શખ્સ ઝડપાયા
મોરબી શહેર અને તાલુકામાં જુગારની કુલ મળીને ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુગાર રમતા કુલ મળીને આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારાના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મોરબીમાં ઝુલતાપુલ પાસે આવેલ મહાપ્રભુજીની બેઠકની બાજુમાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા અતુલભાઇ બાબુભાઈ ઝિંઝવાડીયા (29) રહે. વીસીપરા મોરબી, રાકેશભાઈ લધુભાઇ મોરવાડિયા (35) રહે. વીસીપરા ફુલછાબ સોસાયટી મોરબી, શાંતિલાલ રાઘવજીભાઈ ઉપસરિયા (30) રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી અને વિજયભાઈ નાગજીભાઈ રાવા (32) રહે. વીસીપરા હનુમાનજીના મંદિર પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 6090 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના અમરેલી રોડ ઉપર ઈંટોના ભઠ્ઠા પાસે કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમતા અક્ષયભાઈ બાબુભાઈ અગેચાણીયા (25) અને રવિભાઈ સામંતભાઈ અગેચાણીયા (25) રહે બંને વીસીપરા ભવાનીનગર વાડી વિસ્તાર વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1230 રૂપિયાની રોકડ કબજે કરી હતી. તો જુગારની ત્રીજી રેડ મોરબીના જુના ધરમપુર ગામે તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા મુકેશભાઈ જીવાભાઈ ઝંઝવાડીયા (34) અને શૈલેષભાઈ હકાભાઇ રાવા (35) રહે. બંને ધરમપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4800 રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
