રાજકોટના બુટલેગરે વાંકાનેરના તીથવા ગામે આવેલ વાડીમાં સંઘરી રાખેલ 468 બોટલો દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
SHARE
રાજકોટના બુટલેગરે વાંકાનેરના તીથવા ગામે આવેલ વાડીમાં સંઘરી રાખેલ 468 બોટલો દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી-જુદી 468 બોટલો અને 96 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 2,08,740 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોય રાજકોટના બુટલેગરનો માલ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રાજકોટના બુટલેગર ઈલુભાઇ સંધિ દ્વારા દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીની ઓરડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 468 બોટલો મળી આવી હતી તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 2,08,740 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો છે. જોકે એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી ઈલુભાઈ સંધિ રહે. રાજકોટ વાળો હાજર ન હોવાથી તેની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.