રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં આબાલ વૃદ્ધ સહુકોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ઘર પાસેથી દારૂની નાની 20 બોટલ-બિયરના 10 ટીન સાથે એકની ધરપકડ: મોરબીમાં જુગાર રમતા ત્રણ પકડાયા


SHARE











માળીયા (મી)માં ઘર પાસેથી દારૂની નાની 20 બોટલ-બિયરના 10 ટીન સાથે એકની ધરપકડ: મોરબીમાં જુગાર રમતા ત્રણ પકડાયા

માળીયા મીયાણામાં સંઘના પંપની પાસે રહેતા શખ્સ પાસે દારૂ બિયરનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે આરોપીના રહેણાંક મકાનની પાછળના ભાગમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 20 બોટલ તથા બિયરના 10 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂડિયાનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયામાં સંઘના પંપ પાસે રહેતા સલીમ મોવર પાસે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તેના રહેણાંક મકાનની પાછળના ભાગમાં બાવળની કાટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના 10 ટીન મળી આવ્યા હતા તેમજ દારૂની નાની 20 બોટલો મળી આવતા પોલીસે દારૂ બિયરનો 2710 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સલીમ અકબરભાઈ મોવર (38) રહે. માળિયા (મી) વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી વિપુલ દિનેશભાઈ મકવાણા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગાર રમતા પકડાયા

મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગરમાં ભૂદેવ ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સોહિલ જુમાભાઇ સુમરા (20), મનીષ પ્રવીણભાઈ ચાવડા (40) અને પાર્થ ઉર્ફે ચિરાગ દિનેશભાઈ અસ્વાર (24) રહે. બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 4,120 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News