મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે હોટલમાં જુગાર રમતા ઝડયાયેલા શખ્સે પોલીસને ખોટું નામ આપી ઓળખ છુપાવી !


SHARE





























ટંકારાના લજાઈ પાસે હોટલમાં જુગાર રમતા ઝડયાયેલા શખ્સે પોલીસને ખોટું નામ આપી ઓળખ છુપાવી !

ટંકારાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સ સહિત નવને પકડવામાં આવ્યા હતા અને જે શખ્સો જુગાર રમતા પકડાયેલ હતા તેમાં એક શખ્સે તેનું નામ ખોટું આપેલ હતું જેથી પોલીસને ગુમરાહ કરવાની કલમનો પણ ઉમેરો કરવામાં આવેલ છે.

ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી કરીને પોલીસે ૧૨ લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૬૩.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાને પકડવાનો બાકી છે જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પીઆઇ વાય.કે.ગોહિલ દ્વારા આરોપીએ ખોટા નામ પોલીસને આપીને પોલીસને ગુમરાહ કરી છે જેથી તેની સામે તે કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
















Latest News