મોરબીમાં કારનો ઓવરટેક કરતા સમયે બાઈકના સ્ટેરિંગનો કાબૂ ગુમાવતાં સગીરનું મોત
SHARE
મોરબીમાં કારનો ઓવરટેક કરતા સમયે બાઈકના સ્ટેરિંગનો કાબૂ ગુમાવતાં સગીરનું મોત
મોરબીના વીસી ફાટકથી ધક્કા વાળી મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે બાઈક સગીર ચલાવી રહ્યો હતો દરમ્યાન કારનો ઓવરટેક કરવા જતા સમયે સગીરે બાઈકના સ્ટોરી ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી બાઈક ઉપર બેઠેલા બંને વ્યક્તિઓ ફંગોળાઈ ગયા હતા અને ત્યારે પાછળ બેઠેલા સગીરને પગમાં ફેકચર જેવી ઇજાઓ થઈ હતી અને શરીરે ઇજાઓ થયેલ હતી જો કે, બાઈક ચલાવી રહેલા સગીરને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે બાઇકમાં બેઠેલા અને ઇજા પામેલા સગીરની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર રાધિકા ડીજે વાળી શેરીમાં રહેતા અશોકભાઈના 17 વર્ષના દીકરા ગોપાલ અશોકભાઈ દલસાણીયાની એ ડિવિઝન પોલીસે ફરિયાદ લઈને અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા બાદલ સુરેશભાઈ બારૈયા (17) રહે. પ્રજાપત રોડ વીસીપરા મોરબી વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદમાં ગોપાલે જણાવ્યુ છે કે, મોરબીના વીસી ફાટકથી ધક્કા વાળી મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તા ઉપરથી તે બંને બાઈક નંબર જીજે 3 ઇજે 2035 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક બાદલ ચલાવી રહ્યો હતો અને કારનો ઓવરટેક ફુલ સ્પીડમાં કરવા જતાં બાદલે બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યાર બાદ બાઇક ઉપરથી ફરિયાદી સહિત બંને રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા ત્યારે ગોપાલને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જ્યારે બાદલને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્મૃત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે