મોરબીના રાજમાતાનું નિધન થતાં જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત વિજયાદશમીની રેલી-શસ્ત્રપૂજનમો કાર્યક્રમ રદ મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની રાતે 94 દીકરીઓને 21-21 હજારની આર્થિક સહાય અને સોનાનો દાણો અર્પણ માળીયા (મી) નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનને પગના પંજા-કાંડામાં ફ્રેકચર વાંકાનેરના લાકડધાર ગામે શાળાએ બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ ઝઘડામાં મોટાના માથા રંગાયા ટંકારાના હીરાપર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત: 5 ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીકથી 108 બોટલ દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ, 1.65 લાખથી વધુનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષાને ચેક કરી હતી ત્યારે તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા રીક્ષા મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે રીક્ષાનો કબજેદાર ત્યાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે સીએનજી રીક્ષા નંબર જીજે 3 બીટી 1299 ને ચેક કરવામાં આવી હતી દરમિયાન તે રિક્ષામાંથી દારૂની 108 બોટલ મળી આવતા 65,448 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,65,448 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં રિક્ષાના કબજેદાર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ.વી.સોલંકી ચલાવી રહ્યા છે




Latest News