મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ નજીક કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











હળવદના રણજીતગઢ નજીક કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદથી માળીયા તરફ જવાના રસ્ત ઉપર રણજીતગઢ ગામના પાટિયા નજીક રાહદારી યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાના પાંડાતીરથ ગામે બાબુભાઇ બનુભાઈ ગોહિલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી સતિષભાઈ મગનભાઈ તડવી નામનો યુવાન વાડીએથી કામ સબબ બહાર ગયો હતો ત્યારે રણજીતગઢ ગામના પાટિયા પાસેથી તે ચાલીને જતો હતો ત્યારે કાર નંબર જીજે 13 સીડી 7153 ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને આ યુવાનને ઇજાઓ થયેલ હતી અને યુવાનને સારવાર માટે હળવદ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા મગનભાઇ કાભયભાઇ તડવીની ફરિયાદ લઈને કાર નંબર જીજે 13 સીડી 7153 ના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News