મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામે વાડીના કુવામાં ડુબી જવાથી બાળકીનું મોત


SHARE















હળવદ તાલુકાના કોયબા ગામે વાડીએ આવેલ કુવામાં પડી જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કોયબા ગામે અનિલભાઈ ગોપાલભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ગુમાનસિંહ રાઠવાની 13 વર્ષની દીકરી કૈલાસબેન કોઈ કારણોસર વાડીએ આવેલ પાણી ભરેલા કુવામાં પડી ગઈ હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવાની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
ટંકારા તાલુકાના જીવાપર ગામે મનસુખભાઈ લક્ષ્મણભાઈ મુછાળાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ઘોરચંદભાઈ બાંભણીયા (26) નામનો યુવાન વાડીએ સૂતો હતો દરમિયાન સવારે ચારેક વાગ્યે તેને ઉઠાડવા જતા ઉઠતો ન હતો જેથી કરીને તેને મૃત હાલતમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News