શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેઢા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે કહીને મોરબીમાં પતિએ બોલાચાલી કરીને પત્નીનું ગળુ કાપી નાખ્યુ


SHARE





મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની વતનમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારબાદ મહિલાના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોય પતિ પત્ની વચ્ચે તે બાબતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ મારી નાખવાના ઇરાદે પત્નીને ગળાના ભાગ ઉપર છરીનો કાપો મારી દેતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી સુનિલ રાધેશ્યામ માલવીય (25) એ હાલમાં કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આરોપી કનૈયાલાલના પત્ની ધાપુબાઈ છેલ્લા છ થી સાત મહિનાથી તેના વતનમાં રહેતા હતા અને તેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો અને તે મોબાઇલમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હતા જેથી કરીને આરોપીને તેના પત્ની ધાપુભાઈના ચરિત્ર્યની શંકા ગયેલ હતી અને બેસતા વર્ષના દિવસે ધાપુબાઇ ફરિયાદી સાથે તેના વતનમાંથી મોરબી રહેતા તેના પતિ પાસે આવ્યા હતા અને ત્યારે ઓરડીમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી ત્યારે આરોપીએ ધાપુબાઈને કહેલ કે "તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે" તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે ધાપુબાઇને ગળાના ભાગે તેના પતિએ કાપો મારી દેતા ધાપુબાઇનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીઆઈ એન.એ. વસાવા સહિતની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે




Latest News