મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો હળવદમાં આઈ.ટી.આઈ. ખાતે યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો
Morbi Today

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં

ટંકારાના લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટીયા પાસે મહિલાને પાછળથી બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને મહિલાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળના ભાગમાં રહેતા પ્રીતિબેન મયંકભાઇ ત્રિવેદી (43)એ હાલમાં બાઈક નંબર જીજે 3 એચડી 2499 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટીયાથી ટંકારા તરફ આવવાના રસ્તા ઉપર તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને પાછળથી ઠોકર મારી હતી જેથી મહિલાને બંને હાથની કોણીએ તથા જમણા પગના ઘૂટણના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી અને નાકના ભાગે પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં ઝવેરી શેરીના નાકા પાસે ઈસ્ત્રીની દુકાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને મહેન્દ્રભાઈ રવજીભાઈ સોલંકી (35) રહે. લખધીરવાસ ઝવેરી શેરીના નાકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે




Latest News