ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં
વાંકાનેરના રાણેકપર નજીક ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત
SHARE
વાંકાનેરના રાણેકપર નજીક ટ્રક પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત
વાંકાનેર તાલુકાનાં રાણેકપર ગામના બોર્ડ પાસે વણાંકમાં બાઇક ચાલકે તેનું ડબલ સવારી બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી બાઈક ચલાવી રહેલ યુવાનને માથાના ભાગમાં હેમરેજ થયું હતું અને તે યુવાનનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સંધિ સોસાયટીમાં રહેતા મજીદભાઈ હુસેનભાઇ જેસાણી (47) ની ફરિયાદ લઈને તેના મૃતક દિકરા સમીર મજીદભાઈ જેસાણી સામે ગુનો નોધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો દિકરો સમીર મજીદભાઈ જેસાણી (21) બાઈક નંબર જીજે 36 એએચ 9200 લઈને તેના મિત્ર ચાંદભાઈ નુરમામદભાઈ સાડ ને પાછળ બેસાડીને વાંકાનેરથી માટેલ તરફ જતો હતો ત્યારે રાણેકપર ગામના બોર્ડ પાસે વળાંકમાં આગળ જઈ રહેલા ટ્રક નંબર કેએ 33 બી 5912 માં પાછળના ભાગે તેને પોતાનું બાઇક અથડાવ્યું હતું જેથી સમીર જેસાણીને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી માટે તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન રાજકોટ ખાતે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને મૃતકના બાઈક ઉપર બેઠેલ ચાંદભાઈને પણ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારની રેડ
મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શાક માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જલાલુદ્દીન દોસમામદ લધાણી (34) રહે. કાંતિનગર મોરબી તથા વલીમહમદ મહમદહુસેન સંધવાણી (59) રહે. વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 560 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે