મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ


SHARE





અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો કહીને હળવદમાં યુવાન ઉપર તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો, 6 સામે ફરિયાદ

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં વાંકાનેરનો સરદારજી યુવાન અન્ય લોકોની સાથે ભૂંડ પકડવા માટે થઈને આવ્યા હતા ત્યારે હળવદ વિસ્તારમાં ભૂંડ પકડવાની કામગીરી કરતા શખ્સો ત્યાં આવી ગયા હતા અને “અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા માટે આવો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી ત્યારબાદ તલવાર, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને હાથે, પગે અને શરીરે માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરુ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આરકે નગર નવાપરા રામ મંદિરની પાછળના ભાગમાં રહેતા મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા (37)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને પ્યારાસિંઘ ચેનસિંઘ ટાંક, ત્રીલોકસિંઘ પ્યારાસિંઘ ટાંક, હરનામસિંહ અમરસિંહ ટાંક, બલદેવસિંઘ ગુરમુખસિંઘ ટાંક, અમરસિંઘ ચેનસિંઘ ટાંક અને જોગીન્દ્રસિંઘ ગુરમુખસિંઘ ટાંક રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ભોગ બનેલા યુવાને જણાવ્યુ છે કે, તે તથા અન્ય સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે થઈને ગયા હતા ત્યારે પ્યારસિંગ ટાંક તેની ગાડી લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદીની ગાડી સાથે ગાડી અથડાવીને તેમાં નુકસાની કરી હતી તેમજ “અમારા વિસ્તારમાં તમે કેમ ભૂંડ પકડવા આવો છો” તેવું કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના પાસે રહેલ તલવાર વડે ફરિયાદીને પગના ભાગે છરકો કર્યો હતો અને ઇજા કરી હતી પછી બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ત્યારે ત્રિલોકસિંદ્વારા લોખંડના પાઈપથી, અરમાનસિંઘે લોખંડના પાઇપથી બલદેવસિંઘે ધોકા વડે માર માર્યો હતો અને પાછળથી અમરસિંઅને જોગિન્દરસિંત્યાં આવ્યા હતા અને તે બંને શખ્સોએ ઢીકાપાટુનો માર ફરિયાદીને માર્યો હતો અને ડાબા હાથની છેલ્લી બે આંગળીઓમાં તથા પગના પંજામાં ફેકચર જેવી ઇજાઓ કરી હતી. આટલુ જ નહીં યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News