GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચીકી ચાખવા દેવાની ના પડતાં વેપારી યુવાનને ઘરમાં ઘૂસીને ચાર શખ્સોએ માર માર્યો: ઘર વખરી-ચીકીમાં કરી તોડફોડ


SHARE







મોરબીમાં ચીકી ચાખવા દેવાની ના પડતાં વેપારી યુવાનને ઘરમાં ઘૂસીને ચાર શખ્સોએ માર માર્યો: ઘર વખરી-ચીકીમાં કરી તોડફોડ

મોરબીમાં મોચી શેરી પાસે ગેબનશાપીરની દરગાહની બાજુમાં ચીકી બનાવતા યુવાન પાસે અવારનવાર મગફળી પાકની ચીકી ચાખવા માટે માંગતા શખ્સને ચીકી ચાખવા ન આવવાનું કહ્યું હતું જેથી તે વેપારી યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચાર શખ્સોએ ટેબલ ફેન, એર કુલર, ઘરના સામાન અને ચીકીના પાકમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું અને વેપારી યુવાનને જમણા પગના ગોઠણના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે દફતરી શેરી હીરાભુવનની બાજુમાં રહેતા મનીષભાઈ પ્રેમજીભાઈ સોમાણી (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બકા પટેલ, કિશન પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ રહે. બધા મોચી શેરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદો ચીકી બનાવતા હોય તેઓ મગફળી પાકની ચીકી બનાવતા હતા ત્યારે બકા પટેલે મગફળી પાક ચાખવા માંગતા ફરિયાદીએ અવારનવાર મગફળી પાક ચાખવા ન આવવા કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સો દ્વારા ફરિયાદી યુવાને ગાળો આપીને તેની સાથે જપાજપી કરવામાં આવી હતી અને તેના ઘરની અંદર ઘૂસીને ટેબલ ફેન, એર કુલર. ઘરના સામાનમાં તથા મગફળીના ચીકી પાકમાં નુકસાની કરવામાં આવી હતી અને યુવાનને ગાળો આપવામાં આવી હતી તેમજ વિશાલ પટેલે લોખંડનો પાઇપ ફરિયાદીને જમણા પગના ગોઠણના ભાગે માર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News