મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ મોરબી વન વિભાગમાં ટેન્ડરની સિક્યુરિટી પેટે બનાવટી એફડી રજૂ કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો: તપાસ શરૂ હળવદના ઘનશ્યામપુર ગામ નજીકથી 500 લીટર દેશી દારૂનો જથ્થો ભરેલી ઇકો ગાડી સાથે 3 ઝડપાયા: 4 લાખનો મુદ્દામાલ કબજે, 1 ની શોધખોળ મોરબી શહેર, હળવદના રાણેકપર અને માળિયાના જૂના દેવગઢ ગામે જુગારની 4 રેડમાં 22 શખ્સો ઝડપાયા મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રતિદેવડી ગામે જુગાર રમતા 6 શખ્સ 10,700 ની રોકડ સાથે પકડાયા: પાવડિયારી નજીક રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત


SHARE





વાંકાનેરના રતિદેવડી ગામે જુગાર રમતા 6 શખ્સ 10,700 ની રોકડ સાથે પકડાયા: પાવડિયારી નજીક રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,700 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે વાંકાનેરના રાતીદેવડી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી જેના આધારે ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રવીણ બાબુભાઈ દંતેરીયા (36), મહેશ રવજીભાઈ સનોરા (40), ખીમજી ભવનભાઈ વોરા (42), મેઘા વિરમભાઈ મુંધવા (28), જગદીશ નરસીભાઈ જાદવ (45) અને રણછોડ બાબુભાઈ દંતેરિયા (28) રહે. બધા રાતીદેવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મધુપુર ગામે રહેતા છગનભાઈ બાબુભાઈ ઉપસરિયા (34) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 8878 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં પાડીયારી કેનાલ પાસે ખેતલા આપા ટી સ્ટોલ અને ડીલક્સ પાનની દુકાન સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 2890 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાની રિક્ષા ચલાવીને ફરિયાદીના બાઈક સાથે રીક્ષા અથડાવી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગમાં ફ્રેક્ચર તથા જમણા હાથમાં ઇજાઓ કરી હતી અને ત્યારબાદ રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News