મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પોલીસ લાઇન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ યોજાઇ


SHARE





મોરબી પોલીસ લાઇન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચ યોજાઇ

મોરબીમાં આવેલ પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાટીદાર બોક્સ ક્રિકેટ વાવડી ખાતે કરેલ આ આયોજનમાં ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમે ભાગ લીધો હતો. આ ચાર ટીમમાં ટાઈગર ઇલેવન જેમના કોચ દેવાયતભાઈ, લાયન ઇલેવન જેમના કોચ રાકેશભાઈ, પેન્થર ઇલેવન જેમના કોચ વિરેનભાઈ અને ડોલ્ફિન ઇલેવન જેમના કોચ પ્રજ્ઞેશભાઈ હતા. અને પાટીદાર બોક્સ ક્રિકેટમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 6 મેચ રમાડવામાં આવ્યા હતા. જેમાંથી બે ટીમ ટાઈગર ઇલેવન અને લાયન ઇલેવન ફાઈનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચ ટાઈગર ઇલેવન 10 રનથી જીતી હતી. ત્યારબાદ મેન ઓફ ધ મેચ અરમાનને વિરેનભાઈ દ્વારા, મેન ઓફ ધ સિરીઝ રેહાનને દેવાયતભાઈ દ્વારા. રનર્સ અપ ટીમને પ્રજ્ઞેશભાઈ દ્વારા અને વિજેતા ટીમને પોલીસ લાઈન કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ દ્વારા ટ્રોફી આપી રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા




Latest News