મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મેલેરિયા નિયંત્રણ સમિતિની સમીક્ષા બેઠક મળી


SHARE





મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મેલેરિયા નિયંત્રણ સમિતિની સમીક્ષા બેઠક મળી

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને મેલેરિયા નિયંત્રણ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીના સભાખંડમાં આયોજિત આ બેઠકમાં ફોગીંગ કામગીરી, વિવિધ પ્રકારના ટેસ્ટિંગ, વિવિધ રોગચાળાની તાજેતરની પરિસ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરએ બેઠકમાં જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાના આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવે જેથી કામગીરી વધુ સુચારુ રીતે થઈ શકે. ફોગીંગની કામગીરી વધારવા માટે જરૂર પડે નવા મશીનની ખરીદી કરવામાં આવશે.આ ઉપરાંત, મેલેરિયા, ચીકનગુનીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા નિયમિત અને સચોટ ટેસ્ટિંગ કરવામાં આવે અને પી.એચ.સી. વાઇઝ છેલ્લા ૩ વર્ષનો ડેટા તૈયાર કરવા ખાસ સૂચના આપી હતી.ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, સી.ડી.એચ.ઓ. ડો.પી.કે.શ્રીવાસ્તવ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ, પાણી પુરવઠા, આરોગ્ય શાખાના કર્મચારીગણ અને સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.




Latest News