મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ


SHARE







મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે યુવાન ઊભો હતો ત્યારે ત્યાં આવેલા ત્રણ શખ્સોએ સામુ શુ કામ જુએ છે તેવું કહીને તેને માર માર્યો હતો ત્યારે એક શખ્સે ગાળો આપીને ઈંટ વડે માથામાં 3 ઘા માર્યા હતા જ્યારે બે શખ્સોએ યુવાનને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં સરકારી વાડી નજીક ઉજાલા ડેરી પાસે રહેતા નીજામભાઈ જુસબભાઈ માણેક (22)એ હાલમાં જયેશ અગેચાણીયા રહે. અમરેલી રોડ વીસીપરા મોરબી તથા અજાણ્યા બે માણસો આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે  વીસીપરમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે તે ઉભો હતો ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીઆરોપી જયેશ અગેચાણીયાની સામે જોતા આરોપીએ “સામુ શુ કામ જુએ છે” તેમ કહીને ગાળો આપીને ઈંટ વડે ફરિયાદીને માથાના ભાગે ત્રણ ઘા મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદીને પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News