વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે બે કારને હડફેટે લેતા બંને વાહનોમાં મોટું નુકશાન: આરોપી ફરાર
હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત
SHARE
હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત
હળવદના કોયબા ગામની સીમામાં આવેલ મિત્રની વાડીએ યુવાન ટ્રેક્ટર સાથે થ્રેસરજોડીને મગફળી સાફ કરવાનું કામ કરતો હતો ત્યારે થ્રેસરનું સેટિંગ કરતા સમયે ટ્રેક્ટરની લિપ ઉંચી થઈ જવાથી યુવાનનું માથું ટ્રેક્ટરની પેટી અને ટોપલિંન વચ્ચે આવી ગયું હતું જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના કોયબા ગામે રહેતા મહેશભાઈ જાલુભાઈ ચૌહાણ (36) નામનો યુવાન કોયબા ગામની સીમમાં તેના મિત્ર મેહુલભાઈની વાડીએ મગફળી સાફ કરવાનું મશીન લઈને ટ્રેક્ટર સાથે થ્રેસર જોડી મગફળી સાફ કરતો હતો દરમિયાન થ્રેસરનું સેટિંગ કરતા સમયે ટ્રેક્ટરની લિપ ઉંચી થઈ જવાથી યુવાનનું માથું ટોપલીન અને ટ્રેક્ટરની પેટી વચ્ચે આવી જવાના કારણે માથામાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
જુગાર રમતા બે પકડાયા
મોરબીમાં ત્રાજપર ગામે અવેડા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ કુંવરિયા (35) રહે. ત્રાજપર મોરબી તથા પ્રવીણભાઈ બચુભાઈ બાબરીયા (32) રહે. કુંતાસી તાલુકો માળીયા મીયાણા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 710 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે