મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત


SHARE







મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત

મોરબીના માળીયા બાયપાસ રવિરાજ ચોકડી પાસે ગતરાત્રિના દસેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા બે યુવાનોને અજાણ્યા વાહનના ચાલકે હડફેટ લીધા હતા.જે બનાવમાં બે યુવાનોના મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બનાવને પગલે તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ રવિરાજ ચોકડી પાસે આવેલ પૃથ્વી સ્ટોન નજીક અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા કરણ ભરતભાઈ ડાભી (૧૮) રહે. લક્ષ્મીનગર તા.મોરબી અને વિપુલ મહેશભાઈ રાવળદેવ (૨૨) રહે.ભરતનગર માળિયા હાઇવે મોરબીના બાઈકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા બંને યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.બનાવને પગલે બંનેના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.બનાવની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા મૃતદેહોને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા અકસ્માત બનાવ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.બંને મૃતકો અપરણીત હતા.તેઓ કામ સબબ બાઇક ઉપર રાત્રિના બહાર નીકળ્યા હતા અને ડબલ સવારીમાં જતા વખતે તેમના વાહનને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયેલ હોય અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા વાહન ચાલકને શોધવા તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

બાળક સારવારમાં

મોરબીના શોભેશ્વર રોડ સામેકાંઠે પાણીના ટાંકા પાસે રહેતા પરિવારના દિપક સુનિલભાઈ રાજપુત નામના ૧૨ વર્ષના બાળકને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેના પિતા દ્વારા દિપકને માર મારવામાં આવતા તેને સારવારમાં ખસેડાયો હોવાનું પોલીસે જણાવેલ છે.જ્યારે મોરબીના હળવદ રોડ આઇટીઆઈ પાસે આવેલ હોટલ મોજે મસ્તરામ પાસે રહેતા પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી નામના ૩૦ વર્ષના યુવાનને ઘરે પત્ની દ્વારા માથામાં તાવડી મારવામાં આવતા ઇજા પામેલ પ્રકાશભાઈને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી સામાકાંઠે સર્કિટ હાઉસની સામેના ભાગે મફતપરા વિસ્તારમાં રહેતા અમિત ભરતભાઈ કાંજીયા નામના ૧૪ વર્ષના બાળકને પાડોશીના છોકરા દ્વારા પથ્થર મારવામાં આવતા માથામાં ઇજા થતા અમિતને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના રંગપર ગામે આવેલ શ્રીરામ ગ્લેઝ નામના યુનિટ ખાતે કામ દરમિયાન માથા અને ગળાના ભાગ ઇજા થયેલ હોય વિપિનકુમાર નામના ૨૭ વર્ષના યુવાનને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના હળવદ રોડ ઊંચી માંડલ ગામે પતિ દ્વારા માર મારવામાં આવતા મમતાબેન પોપટભાઈ કોળી નામની ૧૯ વર્ષની પરણીતાને દવાખાને સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલ હાર્દિક લક્ષ્મણભાઈ પરમાર નામના ૨૪ વર્ષના યુવાનને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News