ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગુપ્ત ભાગે ઇજા પામેલ યુવાનનુ સારવારમાં મોત


SHARE













મોરબીના લખધીરપુર રોડે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગુપ્ત ભાગે ઇજા પામેલ યુવાનનુ સારવારમાં મોત

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સીરામીક કારખાના તરફ જતા સીસી રોડ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા તેને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે અજાણ્યા ટ્રક ચાલકની સામે મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર સાવીયો સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ઉપેન્દ્રભાઈ સુરેશભાઈ બસકોર (૨૯) નામના યુવાને હાલમાં અજાણ્યા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફેમ સિરામિક કારખાના તરફ જવાના રસ્તા ઉપર સીસી રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમા અમન ચંદુભાઇ ભાણ (૨૦઼) નામના યુવાનને આ બનાવમાં ગુપ્ત ભાગેઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ચાલક સામે હાલમાં મૃતકના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૨૯૦ રૂપિયા કબજે કરીને આરોપી આરીફભાઈ મુસ્તાકભાઈ બલોચ જાતે મકરાણી (૪૪) રહે મકરાણીમાં મોરબી અને મહેશભાઈ ધીરજલાલ નિમાવત જાતે બાવાજી (૫૩) રહે જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળા મળી આવતા પોલીસે તે બંનેની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News