વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીકથી ૨૧૮ બોટલ દારૂ-૭૨ બીયરના ટીન ભરેલ કાર સાથે બે શખ્સની ધરપકડ


SHARE

ટંકારાના લજાઈ નજીકથી ૨૧૮ બોટલ દારૂ-૭૨ બીયરના ટીન ભરેલ કાર સાથે બે શખ્સની ધરપકડ

ટંકારા તાલુકાના લજાઈ રોડ ઉપર આવેલ ચીલફીલ ફૂડ નામના કારખાના પાસેથી કેનાલ નજીકથી પસાર થઈ રહેલ આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૧૮ બોટલો તેમજ ૭૨ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો તથા ગાડી મળીને ૨,૬૯,૦૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા બે શખ્સોની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી ટંકારા રોડ ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે ચીલફિલ ફૂડ નામના કારખાના નજીક કેનાલ પાસેથી સફેદ કલરની આઈ-૨૦ કાર નંબર જીજે ૧૮ ડી ૭૧૫૭ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૧૮ બોટલો મળી આવી હતી તેમજ ૭૨ બિયરના ટીન મળી આવ્યા હોય પોલીસે કુલ મળીને ૬૯,૦૬૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો અને બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૨,૬૯,૦૬૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ ભાવેશભાઈ રામાનુજ જાતે બાવાજી (૨૪) રહે. લજાઈ મેઇન બજાર તાલુકો ટંકારા અને મનીષભાઈ પ્રભાતભાઈ વિઠલાપરા જાતે વાણંદ (૩૬) રહે. ધ્રુવનગર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી ગાડીમાં ભરી આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે લોરેંજો સિરામિક કારખાના તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સુરેશભાઈ માધુભાઈ વાઘેલા જાતે કોળી (૨૧) રહે. કુબેર ટોકીઝની પાછળ મફતિયાપરા ત્રાજપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Latest News