મોરબી નજીક કારખાનાના પ્રેસ વિભાગમાં ઉપરથી નીચે પટકતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબી નજીક કારખાનાના પ્રેસ વિભાગમાં ઉપરથી નીચે પટકતા ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી કેનાલ પાસે સિરામિક કારખાનાના પ્રેસ વિભાગમાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકવાથી યુવાનને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીવાપર (ચ) ગામના રહેવાસી કાંતિલાલ મગનભાઈ કાલરીયા (37) નામનો યુવાન પાવળીયારી કેનાલ નજીક આવેલ સ્કાય ટચ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કામગીરી કરી રહ્યો હતો દરમિયાન ગત તા. 14/12/2024 ના રોજ કામ કરતા સમયે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટની હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.