મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સલાડ મેકિંગ-ડેકોરેશન કોમ્પિટિશન યોજાઇ
વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને દીકરાને લાફો મારનારાઓને સમજાવવા ગયેલ યુવાન-ત્રણ મહિલા ઉપર છરી,પાઇપ અને ધોકાથી હુમલો
SHARE






વાંકાનેરમાં જૂના ઝઘડાનો ખાર રાખીને દીકરાને લાફો મારનારાઓને સમજાવવા ગયેલ યુવાન-ત્રણ મહિલા ઉપર છરી,પાઇપ અને ધોકાથી હુમલો
વાંકાનેરમાં દાતરપીરની દરગાની પાછળ ગાયત્રી મંદિર સામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને મંદિરે ગયેલા તેના દીકરાને લાફો માર્યો હતો જેથી કરીને યુવાન સહિતના તેના પરિવારના લોકો સામે વાળાઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરીને યુવાન અને ત્રણ મહિલાઓને માર માર્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દાતરપીરની દરગાની પાછળ ગાયત્રી મંદિર સામે રહેતા પીન્ટુભાઇ જીણાભાઇ મળદરીયા (૨૮)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયા અને સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયા રહે. બંને ગાયત્રીમંદિર પાસે વાંકાનેર તેમજ ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયા અને હકુભાઇ ગંગારમભાઇ ચારોલીયા રહે. બંને સીંધાવદર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓને ફરીયાદી સાથે અગાઉ ઝગડાઓ થયેલ છે જેનુ મનદુખ રાખીને ગત તા.૨૬/૧૨ ના રોજ ફરિયાદીનો દિકરો વિક્રમ ઉર્ફે રાજવિર મંદિરમાં દિવા અગરબતી કરવા માટે ગયો હતો ત્યારે આરોપી શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયાના સામે જોતા “સામુ કેમ જોવે છે” તેમ કહી લાફો મારેલ હતો જેથી ફરીયાદી તથા સાહેદ તેઓને સમજાવવા માટે ગયા હતા ત્યારે શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયાના હાથમાં છરી હતી અને ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયાના હાથમાં લોખંડનો પાઇપ, સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયાના હાથમાં લોખંડનો પાઇપ અને હકૂ ચારોલીયાના હાથમાં લાકડાનો ધોકો હતો અને ફરીયાદીને શૈલેષભાઈ અને ગંગારામભાઈએ છરી તથા ધોકા વડે માર માર્યો હતો અને બંને હાથમાં તેમજ માથામાં ઇજા કરી હતી તો સંજયભાઇએ સાહેદ જીલુબેનને લોખંડના પાઇપ માથામાં માર્યો હતો અને હકૂભાઈએ સાહેદ રેખાબેનને માથામાં પાઇપ મરેલ હતો. તેમજ ફરિયાદીની પત્ની સાહેદ હિરુબેનને આડેધડ ઢીકાપાટુનો માર મારી ઇજા કરેલ હતી અને ફરિયાદી સહિતનાઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ જીપીએ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


