માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી મહાપાલિકામાં નગરપાલિકા ઉપરાંત નવ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો: નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું
SHARE






મોરબી મહાપાલિકામાં નગરપાલિકા ઉપરાંત નવ ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો: નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું
સરકારે ગઇકાલે મોરબી પાલિકાને મહાપાલિકા બનાવી છે અને તેને લઈને જરૂરી નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવ્યું છે અને મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ જુદીજુદી ગ્રામ પંચાયતોને મોરબી મહાપાલિકામાં સમાવેલ છે જેમાં નવ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને જે ગ્રામ પંચાયતોને મોરબી મહપાલિકામાં લેવામાં આવેલ છે તેમાં શકત શનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર-વજેપર ઓ.જી. પંચાયતનો સમાવેશ થાય છે.
મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બને તેનું સપનું છેલ્લા ઘણા સમયથી સહુ કોઈ જોઈ રહ્યા હતા કારણ કે, જો મહાનગરપાલિકા બને તો લોકોને સારી સુવિધા મળશે તેવી સહુ કોઈને અપેક્ષા હતી તેવામાં આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા મંજુર કરવામાં આવી છે અને તેનું નોટિફિકેશન પણ બહાર પડી દેવામાં આવેલ છે અને મોરબી શહેરની આસપાસની નવ ગ્રામપંચાયતોનો સમાવેશ કરીને મોરબીને મહાનગરપાલિકા બનાવમાં આવી છે
આ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલમાં રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની બેચના આઇએએસ અધિકારી સ્વપ્નિલ ખરે અગાઉ બનાસકાંઠાના ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી અને હાલમાં તેઓ રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા દરમિયાન તેમની બદલી સાથે બઢતી આપીને મોરબી નગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ત્યારે તેઓની પાસે મોરબી શહેરી વિસ્તારના લોકોને અનેક અપેક્ષાઓ છે.


